એક પળ
એક પળ
કોણ જાણે કેટલા ભાવ સળવળે?
જીવવાનાં કારણો પોકળ મળે!
એકધારો યત્ન કરતો શોધવા,
સત્ય, પણ આવી મને અટકળ મળે!
રણ અને રેતી સમા સંબંધમાં
શોધ કર, જો ક્યાંયથી કૂંપળ મળે!
એકલો મરજી મુજબ માણી શકું -
જિંદગીમાં એક એવી પળ મળે!
ના મળે અસલી કશું, ના રંજ જો
અંત સમયે શુદ્ધ ગંગાજળ મળે!
