STORYMIRROR

Harshad Dave

Drama

4  

Harshad Dave

Drama

શું હશે?

શું હશે?

1 min
328



એ દડો છે, તો દડે, એવું હશે,

ફળ ભલે લટકી પડે, એવું હશે!


એકડો છે, તો લખે, એવું હશે,

આળ માથે છો ચડે, એવું હશે!


વૃક્ષ મારાં મન મહીં છો ને રહ્યું

મૌન, મનને ના નડે એવું હશે!


કોણ જાણે શું હશે, કેવું હશે?

વાદળો છાનાં રડે, એવું હશે!


પામવાની તીવ્ર ઈચ્છા શું કહે છે?

કૃષ્ણ શોધો તો જડે, એવું હશે!



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama