જીવ છટકે (ગઝલ)
જીવ છટકે (ગઝલ)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
એકદમ ઝબકે અને ઝોકું અલગ !
ઝાટકો વાગે અને ડોકું અલગ !
ખાય 'સોપારી' પછી પેટી મળે,
હાથ બંને જોડશે, મ્હોરું અલગ !
સનસનાટી ખચ્ચ કરતી ખૂંપતી,
આંખ મીચાતી અને જોણું અલગ !
ચીસ કચડાતી રહે કેવી અલગ !
હાથ-પગ નોખા પડે દોતું અલગ !
એક ઝબકારો, ધડાકો ખળભળે,
જીવ છટકે, ફક્ત આ ફોફું અલગ !