કુંજગલીમાં
કુંજગલીમાં
શ્યામ....ઓ શ્યામ...
શ્યામ....ઓ મારા શ્યામ...
શ્યામ....ઓ શ્યામ...
શ્યામ....ઓ મારા શ્યામ...
હો આજ મારા રુદિયાની કુંજગલીમાં...
હો આજ મારા રુદિયાની કુંજગલીમાં
આવ્યા છે શ્યામ...
ભાનભૂલી ઘેલી એ મોરલી સંગ લાવ્યા છે,
શ્યામ... હો શ્યામ...
હો આજ મારા રુદિયાની કુંજગલીમાં
આવ્યા છે શ્યામ...
ઝૂકી ઝૂકીને કહે,
ડાળી કદંબની...
ઝૂકી ઝૂકીને કહે,
ડાળી કદંબની આવોને આમ
વાત ભીની વાસંતી વાટિકામાં
ખીલ્યા છે શ્યામ...
હો આજ મારા રુદિયાની કુંજગલીમાં
આવ્યા છે શ્યામ...
ઉઘડતાં ઉપવનમાં,
આછેરા પગરવ....
ઉઘડતાં ઉપવનમાં,
આછેરા પગરવ કોના સંભળાય,
કોણ ઓલી વલ્લીના કાનમાં પૂછે છે
રાધાનું નામ..
હો આજ મારા રુદિયાની કુંજગલીમાં
આવ્યા છે શ્યામ...
કોમલ કલી જોને,
મનમાં ને મનમાં....
કોમલ કલી જોને
મનમાં ને મનમાં કેવી મલકાય છે,
કેવા રે ઘેનમાં મેલી પરાગ મધુકર
ભૂલ્યો છે ભાન...
હો આજ મારા રુદિયાની કુંજગલીમાં
આવ્યા છે શ્યામ...
રંગીલો રઘવાટ,
છોને પજવે મુંને....
રંગીલો રઘવાટ,
છોને પજવે મુંને શું નું શું ન થાય !
નમણી નજર બનીને એ તો બાવરી
ક્યાં ક્યાં અથડાય...
હો આજ મારા રુદિયાની કુંજગલીમાં
આવ્યા છે શ્યામ...
ભાનભૂલી ઘેલી એ મોરલી સંગ લાવ્યા છે
શ્યામ... હો શ્યામ...
હો આજ મારા રુદિયાની કુંજગલીમાં
આવ્યા છે શ્યામ...
હો આજ મારા રુદિયાની કુંજગલીમાં
આવ્યા છે શ્યામ.