STORYMIRROR

Nisha Shah

Romance Inspirational

3  

Nisha Shah

Romance Inspirational

પ્રેમ તાળું

પ્રેમ તાળું

1 min
441

પ્રેમ તાળાનો રંગ અનોખો,

રુપ અનોખુ ચાવી અનોખી !

હરએક તાળાની ચાવી જુદી,

પ્રેમ તાળાની છે જુદી જુદી !


માતૃપ્રેમતાળાની ચાવી મમતાભરી,

પિતૃતાળાની છે મોહમોભા ભરી !

ભાતૃતાળાની ચાવી છે કુરબાની

ભગિનીપ્રેમતાળાની છે નિ.સ્વાર્થી !


મિત્રતાળાની ચાવી ફરે આડી ને ઊભી,

દેશપ્રેમતાળાની ચાવી ફરે જ કદીકદી !

પતિપ્રેમની ચાવી સાદીસીધી કે ત્રાંસી,

પીયાપ્રેમની ચાવી મદમસ્તીલી આનંદી !


પ્રભુપ્રેમતાળાની અદ્ભૂત ને અલગારી !

મૃત્યુપ્રેમતાળાની જાદુભરી અણદીઠી ! 


Rate this content
Log in

Similar gujarati poem from Romance