"કેમ કરી ભૂલાવું"
"કેમ કરી ભૂલાવું"
બાળપણ હતું મારું એવું,
જેમાં નહોતું કોઈ શાણપણ,
શાણપણ એવું ક્યાંથી આવી ગયું,
જેનાથી ભૂલાયું એ મારું બાળપણ,
સગપણ સાથે જોડાયો ઘણાય,
ભૂલાઈ ગયું એ મારું બાળપણ,
સગપણ સંંબંધે નહોતું જોડાવું, જોડાયો છતાં,
ભૂલવું પડ્યું સગપણમાં મારું એ બાળપણ.
ખિલખિલાટ કરતો ને હું આમતેમ રમતો,
બાળપણમાં હું મારી માના હાથે જમતો,
ખુદના હાથના જમણનો સ્વાદ માણતો થયો,
માના હાથે ખાતો એ સ્વાદ ભૂલાઈ ગયો.
રમતા રમતા ચિત્ર બનાવતો હું પપ્પાનું,
પપ્પા સાથે ગીત હું ગાતો એક મજાનું,
જ્યારથી ગીત હવે હું નવું ગુનગુનાવા માંડ્યો,
ત્યારથી પપ્પા સાથે ગાયેલું ભુલવા માંડ્યો.
એ માના હાથે ખાવું છે,
પપ્પા સાથે ગુનગુનાવુ છે,
થાવું છે નાનું જે થવાતું નથી પણ,
હાલનું ભૂલીને મારે બાળપણનું સુખ માણવું છે.
