એ મને ખૂબ ગમે છે
એ મને ખૂબ ગમે છે


એમનું અસ્તિત્વ મને ખૂબ જ ગમે છે,
આથી એની સાથેની દરેક પળ મને ગમે છે,
બન્યા છે એ ફક્ત મારા જ માટે,
એમના દરેક સ્વપ્નો મને ગમે છે,
એમના દરેક શબ્દો મને ગમે છે,
એ બોલે એતો ગમે જ છે,
પણ
એમનું મૌન પણ મને ગમે છે,
એમની આંખોની તો શું વાત કરૂ?
એમની દરેક નજર મને ગમે છે,
મીઠી તો મીઠી ગુસ્સા ભરેલી પણ મને ગમે છે,
વધુ તો શું કહું દોસ્તો,
મારૂ આ દુનિયામાં આવવાથી જ,
દુનિયામાં એમની સાથે રહેવું મને ગમે છે,
એ મારા માં-બાપ મને ખૂબ ગમે છે,
એમનું અસ્તિત્વ મને ખૂબ ગમે છે..!