STORYMIRROR

Dharmik Parmar 'Dharmad'

Romance

3  

Dharmik Parmar 'Dharmad'

Romance

પ્રેમી પંખી

પ્રેમી પંખી

1 min
489

તમે પ્રેમી પંખીડાઓને મુક્ત ગગનમાં ઉડવા દો,

એને પિંજરામાં પુરશો ના !


પ્રેમી પંખીડાને બેસવા કંઈ હોય નહીં -

આંબા કે પીપળાની ડાળ !

પ્રેમી પંખીડા તો આનંદે આનંદે બેસતા -

સુરિલા સરોવરની પાળ !



તમે પ્રેમી પંખીડાઓને લાગણીઓના દાણા ચણવા દો,

એને પિંજરામાં પુરશો ના !


પ્રેમી પંખીડાને પીવા કંઈ હોય નહીં -

કોઠી કે પરબડીના નીર !

પ્રેમી પંખીડા તો આંખોથી આંખો મળાવીને-

ચલાવે દિલડાના તીર !


તમે પ્રેમી પંખીડાઓને મધમીઠો ગુલાબી કલશોર કરવા દો,

એને પિંજરામાં પુરશો ના !


Rate this content
Log in

Similar gujarati poem from Romance