વરણાગી
વરણાગી
સૌથી સવાયું રુપ તારું વરણાગી.
મન જોતાં લોભાયું મારું વરણાગી.
પૂર્ણેન્દુ સમ લલાટ બિંદી સોહતી,
મુખકમળ હો સૌથી સારું વરણાગી.
નયન શશીસૂર સમ શોભા વધારે,
દ્રષ્ટિથી હરાતું મન ન્યારું વરણાગી.
અધરોષ્ટ દ્વય પદ્મપાંખડી ભૂલાવે,
ગાલ ખંજન હોય પ્યારું વરણાગી.
મધુર ઘંટડી સમ રણકતી લયબદ્ધ,
વસન આભરણ પર વારું વરણાગી.
ચરણે નૂપૂર કરી રવ સંગીત છેડતા,
કર્ણકુંડળે પ્રતિબિંબ મારું વરણાગી.