STORYMIRROR

Deviben Vyas

Drama

4  

Deviben Vyas

Drama

જાદુઈ દુનિયા

જાદુઈ દુનિયા

1 min
395

ચાલી રહી છે જાદુઈ દુનિયા, જુઓ કેવી અહીં.

ગાતી રહી છે જાદુઈ દુનિયા, જુઓ કેવી અહીં.


આખા જગતને ફેરવે છે, જાદુઈ એ લાકડી,

તાણી રહી છે જાદુઈ દુનિયા, જુઓ કેવી અહીં.


ના એષણાનો અંત છે, ના કામનાઓ પૂર્ણ થાય,

ઝાંખી રહી છે જાદુઈ દુનિયા,જુઓ કેવી અહીં.


અંધારમાં એ લુપ્ત થાતો, જાદુગર રચના મહીં,

જાપી રહી છે જાદુઈ દુનિયા,જુઓ કેવી અહીં.


એ આંખ પણ લાખો સજાવીને જુએ ચોમેર તો,

થામી રહી છે જાદુઈ દુનિયા,જુઓ કેવી અહીં.


આખું જગત અજવાળતો, એ તેજ કિરણો ફેંકતાં,

ધારી રહી છે જાદુઈ દુનિયા, જુઓ કેવી અહીં.


કાળા કબૂતરને ઊડાડે, હાથ ફેલાવી હજાર,

વારી રહી છે જાદુઈ દુનિયા,જુઓ કેવી અહીં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama