STORYMIRROR

Deviben Vyas

Others

4  

Deviben Vyas

Others

કોઈ તો બતાવો

કોઈ તો બતાવો

1 min
309

કલરવતી ગલી આજ સૂની છે શ્યામ,

મને કોઈ તો બતાવોને ઘનશ્યામ,


ગોકુળમાં ટળવળતા ગાયોના ધણ,

આજ સૂના છે જો ચૂલામાંયે ઈંધણ,

ચણતાં ના પ્રેમેથી મોરલાયે ચણ,

લાગે સૂના છે મહેલો ને સૂના ધામ,

મને કોઈ તો બતાવોને ઘનશ્યામ,


વીંઝાતો વાયુ પણ વીંધે છે દિલ મારું,

કોરી ધાકોર આંખે, આંસુડાઓ કેમ સારું,

જીવનને કેમ હું શણગારું,

જ્યાં મૌની છે આતમરામ,

મને કોઈ તો બતાવોને ઘનશ્યામ,


યમુનાના નીર કાળા કાળિયાને ઝંખતા,

કદંબની ડાળે કોકિલ શબદ ડંખતા,

તાપ ને તડકા પણ ડિલે ધખતા,

ક્યાં કરતો તું આજે વિશ્રામ ?

મને કોઈ તો બતાવોને ઘનશ્યામ,


માખણના દર્શન પણ દૂર થયાં જગમાં,

કોથળીયે પૂરાણાં દૂધ આજે રગમાં,

મળશે તું કેટલીક હવે વગમાં ?

મારે કેટલોક કરવો આયામ ?

મને કોઈ તો બતાવોને ઘનશ્યામ.


Rate this content
Log in