STORYMIRROR

Deviben Vyas

Drama

4  

Deviben Vyas

Drama

હૃદયથી

હૃદયથી

1 min
286

સૌંદર્ય કેરું પાન કરજે, તું હૃદયથી આજ તો,

અજ્ઞાન કેરું તાન છડજે, તું હૃદયથી આજ તો,


જગમાં ઘણાં આવ્યાં અને ચાલ્યાં ગયાં, અફસોસ ના,

સંસાર કેરું જ્ઞાન વરજે, તું હૃદયથી આજ તો,


કાયમ કસોટી આવશે પથમાં ઘણી, એ યાદ રાખ,

વિચાર કેરું ગાન રટજે, તું હૃદયથી આજ તો,


જીવન મહીં લડવું પડે છે, લાલિમા ધરતાં રહી,

ઘટમાળ કેરું ભાન ભરજે, તું હૃદયથી આજ તો,


શ્રીકૃષ્ણ પણ, આપે પરીક્ષા જિંદગીને માન દઈ,

સન્માર્ગ કેરું ધ્યાન ધરજે, તું હૃદયથી આજ તો,


ગોકર્ણ કરે એવી કથા કે પ્રેત પામે મોક્ષને,

સત્કર્મ કેરું સ્થાન જપજે, તું હૃદયથી આજ તો,


શિવા છતાં આગે બળ્યાં, એ દક્ષના અભિમાનમાં,

હુંકાર કેરું રાન તજજે, તું હૃદયથી આજ તો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama