બાળપણની મસ્તી
બાળપણની મસ્તી
એક બાળપણની મસ્ત મદિરાની પ્યાલી મેં જે પીધી છે,
જેની યાદની હિચકી જુવાનીમાં ને ઘડપણમાં પણ લીધી છે..
ખૂબ જ નટખટ જવાની ને વાતો પણ બહુ અટપટી,
બાળપણામાં સ્નેહ ગોઠડીની વાતો સહેલી સીધી છે..
એક બાળપણની મસ્ત મદિરાની પ્યાલી મેં જે પીધી છે..
રસભરી સહુ વાતો બાળપણાંની ગાંડી-ઘેલી અમી ભરી,
બાળસખીને બાળસખાની યાદો હ્દયમાં મઢી દીધી છે.
એક બાળપણની મસ્ત મદિરાની પ્યાલી મેં જે પીધી છે..
ફેર ફુંદરડી, નદી - તળાવ, આંધળો પાટો રમતો યાદ કરીને જીવું,
બસ, એજ ખજાનો યાદોનો, જેને મને સમૃદ્ધ કીધી છે..
એક બાળપણની મસ્ત મદિરાની પ્યાલી મેં જે પીધી છે.