વતનની વેદના
વતનની વેદના
વતનની વેદના ને કોઈએ ના જાણી,
દેશનાં નેતાઓ આજે જાણે કરી રહ્યાં છે સૌ ઉજાણી..
થાકી દેખતાં વતન ની ધરતી,
સાંઠ વરસની આઝાદી ની ઉંમર એની,
ક્યાં છે જગત થી અજાણી?
૧૮૫૭નો વિપ્લવ બળવો
ને સ્વતંત્રતા નું આંદોલન,
ભૂલી છે આ વતનની વસ્તી ને ભૂલે છે નેતાગણ,
વાતો જૂની બધીજ ભૂલાણી,.
વતન ની વેદના ને કોઈએ ના જાણી.
