નજર તમારી
નજર તમારી
એક તારા ખયાલથી મારી અમાસ પૂનમ થઈ ગઈ,
ચાંદની વિનાની રાત બેહિસાબ ઉજાસ દઈ ગઈ..
છાયું હતું અંધારું ચારેકોર આ દિલમાં,
બસ, મીઠી યાદ તારી તેજો - પ્રકાશ દઈ ગઈ..
જોઈ તમસ માં ખુદનો પડછાયો ઉદાસ થઈ ગઈ,
તારા રુપની અનોખી આભા પ્રકાશ દઈ ગઈ..
દિવસ આખો અજવાળું ને અંધારુ રાતડીએ,
આગિયાશી નજર તમારી પલમાં ઉજાસ દઈ ગઈ.