STORYMIRROR

Anjana Gandhi

Drama Tragedy

4  

Anjana Gandhi

Drama Tragedy

યાદનો વ્યાપાર

યાદનો વ્યાપાર

1 min
142

યાદ નો વ્યાપાર અઘરો હોય છે,

શું કહું? આ ભાર અઘરો હોય છે..


ના કહી શકતી કદી એ વાત ને,

મૌન નો ચિત્કાર અઘરો હોય છે..


કેમ? સાથે એ કદી દેખાય ના,

ખ્યાલનો વિસ્તાર અઘરો હોય છે..


સત્યથી જો એમ આઘી જાઉં તો!

જૂઠનો એ માર અઘરો હોય છે..


છળ કરીને રોજ ના જીવી શકું,

જીવવો સંસાર અઘરો હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama