STORYMIRROR

Kaushik Dave

Drama Inspirational

4  

Kaushik Dave

Drama Inspirational

આવ્યો હોળી તહેવાર

આવ્યો હોળી તહેવાર

1 min
276

ફાગણ માસે પૂનમ ચંદ્રે, આવ્યો હોળી તહેવાર,

અલગ અલગ રંગોમાં રંગાય આ હોળી તહેવાર,


નાના મોટા સૌને ગમે, રંગબેરંગી તહેવાર,

આનંદ અને ઉલ્લાસથી, ખેલે રંગોનો તહેવાર,


ઢોલ વાગે નગારા વાગે, વાગે મંજીરા સાથ,

નૃત્ય સાથે લોક ગીતોનો, માણે અહીં સૌ સાથ,


શીંગ ચણા ને ખજૂર ખાધા, લીધા છે સાકર હારડા,

હોળીના ગીતો ગાતાંં, કરતાં સૌ હોળી ઉપવાસ,


સાંજ ટાણે હોળી પ્રગટાવી, કરતાં સૌ હોલી દર્શન,

શ્રીફળ,ધાણી, હારડા ચડાવતાં, હોળીની પ્રદક્ષિણા ફરતાં,


એક બીજાને કંકુ ગુલાલ લગાડી,

શુભેચ્છાઓ હોળીની આપતાં,


અશુભ શક્તિનો વિનાશ થતો,

શુભ શક્તિ ને બિરદાવતાં,


ભગવાન વિષ્ણુ ને યાદ કરીને,

ભક્ત પ્રહલાદનું સ્મરણ કરતાં,


એવો આ રંગબેરંગી કલરનો, કેવો છે હોળી તહેવાર,

દુઃખો ભૂલીને હળીમળીને, જીવીએ આ સંસાર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama