પરોપકારી
પરોપકારી
માણસ ખલાસ થઈ ગયો
તારલા ગણી ને શ્વસી ગયો
ને આભે જ ખોવાઈ એ ગયો
કેમ ખાસ અમથું જીવી ગયો,
બધી જ હૈયા ઉકળાટ છોડી ગયો
જીવન પોતાનું જ લૂંટાવી ને ગયો
તોય ઉપરવાળો જ હસી કાં ગયો
હા માણસ ખલાસ થઈ ગયો,
બુડબુડ તો પરપોટો ફૂટી ગયો
હુડહુડ થાતો મટી હવે ગયો
ના થશે હાથચાલાકી છૂટી ગયો
માનવ હતો પરોપકારી ફસાઈ ગયો.