STORYMIRROR

Rekha Shukla

Abstract Drama Action

3  

Rekha Shukla

Abstract Drama Action

મા મારામાં તું

મા મારામાં તું

1 min
172


મારી બંધ આંખે નજર કરું તો તું જ મળે મા

મારા હર શ્વાસની લહરમાં તો તું જ ભળે મા


મારા દિલના હર ધબકારે પણ તું જ ધબકે મા

મારી આંખના દરેક પલકારે તો તું જ પલકે મા


પ્રેમના અહેસાસે હર રગમાં પણ તું જ વહે મા

મારા ગાઢ આલિંગને મારું હર અંગ તું ગ્રહે મા


'રેખા’ની શબ્દશૃંખલામાં કવિતા બની તું સરે મા

સરેઆમ આ ઉપવનની વેલી બનીને તું ફરે મા !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract