STORYMIRROR

Rekha Shukla

Drama Action Children

2  

Rekha Shukla

Drama Action Children

ચોરી ચોરી

ચોરી ચોરી

1 min
69

અંદર બહાર નીરવતામાં ભાગંભાગે ખિસકોલી જડે

બાળક જુએ બારીના કાચે ટપટપ લીટા લૂછી રડે 


ટપલી મારી વાદળી તૂટી ટપટપ ટીંપા કંઈક પાડે

બાળક અંદર બેઠું, કોરા કાગળે લીટા કંઈક પાડે !


ખ્વાબોના ખિસ્સામાં ચોકલેટી ભ્રમણે થૈ વમળ પડે

વમળોને ઘૂંટતા ઘૂંટતા ક્યારેક ગીતોના કમળ જડે,


ચોરી ચોરી ખાધી ખાટીમીઠી આંબલી હવે ના સદે

ભરી'તી લાલ ચણોઠી એ ડબ્બી ક્યારેય ના વદે !


Rate this content
Log in

Similar gujarati poem from Drama