STORYMIRROR

Rekha Shukla

Others

3  

Rekha Shukla

Others

કોરા રુમાલની ભીની કોર

કોરા રુમાલની ભીની કોર

1 min
195

આવ્યા એકલડા ને એકલા જવાનું 

કોઇ નથી કોઇનું થયું કે થવાનું


કોઇ કહે ભાઈ મારો કોઇ કહે બહેના મારી 

જીતુ કહે મેલો મનવા મારું અને તારું 

સૌને થવાનું ભાઇ કાળનું ચવાણું


કોઇ કહે તાત મારો કોઇ કહે માત મારી 

પતિને સતી ન કોઈ સાથમાં જવાનું

કોઇ નથી કોઇનું થયું કે થવાનું


ઠગારી માયાથી ભલભલા રે ઠગાયા 

ડાહ્યા જયાં દિવાના બન્યા પછી શું કહેવાનું

કોઇ નથી કોઇનું થયું કે થવાનું


Rate this content
Log in