ચોરસ નથી
ચોરસ નથી
છે પૃથ્વી ગોળ, પણ ચોરસ નથી,
છે ચોક ગોળ, પણ ચોક્કસ નથી.
ચહેરે-મહોરેથી માણસ સરખો છે,
ખાલી સ્વભાવે જ નિખાલસ નથી.
અચંબિત થઈને જ જોયા કરું છું,
જેવો દેખાય છે તેવો સાલસ નથી.
વીજળીના દીવામાં હીરો ચળકે છે,
પણ દર્પણનાં પછવાડે તેજસ નથી.
પતંગની જેમ કપાવા માટે તૈયાર નથી,
સડસડાટ શેડાં કાઢવાનું સાહસ નથી.