STORYMIRROR

Anil Dave

Inspirational

4  

Anil Dave

Inspirational

ચાલ્યા કરે

ચાલ્યા કરે

1 min
393

પાટી કોરી સાવ છે, ચાલ્યા કરે,

ભણતરનો અભાવ છે, ચાલ્યા કરે.


જાવ ! કહી દો દુનિયાને ઐસીતૈસી,

જિંદગીનો પ્રતિભાવ છે,ચાલ્યા કરે.


ઈશ્કની બલા ગળે વળગી ગઈ છે,

પરિણયનો પાલવ છે, ચાલ્યા કરે.


જિંદગી શતરંજના ખેલનું પ્યાદું છે,

પ્યાદા જીતનો ઠરાવ છે, ચાલ્યા કરે.


પતંગ કપાણી તો જિંદગી છે રફેદફે,

'અનિલ' તો નિર્જીવ છે, ચાલ્યા કરે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational