સ્વમાન ઘવાય છે.
સ્વમાન ઘવાય છે.
કો'કની રચના ને સરસ કહેવામાં સ્વમાન ઘવાય છે,
હું સૌની રચનાને સરસ કહું છું તો માન જળવાય છે.
અક્ષરોની આટા-પાટીમાં પડ્યો તે ફસાયો સમજજો,
અક્ષરોને રંગોથી રંગીને મનનું સમાધાન કરાવાય છે.
કાળા અક્ષરો કુહાડેથી મારે છે કાળા માથાનો માનવી,
મહેનતની કમાણીનો રોટલો અમૃત સમાન કહેવાય છે.
આસપાસ ને ચોપાસ લાગવગશાહીનો તમાશો દેખાય,
સાચા કવિઓ પર એડીટરો દ્વારા કફન ઓઢાડાવાય છે.
આ ભારત દેશમાં ભ્રષ્ટાચાર નામનો એક રાક્ષસ ફરે છે,
લાલચની ડાકણ દ્વારા જ જનતાને નિશાન બનાવાય છે.