કાબર બોલે
કાબર બોલે
કાગડા કોલાહલ કરે ને કાબર બોલે,
વાયરો વા'ય ને કોયલ ટહુકાર બોલે.
વન, વાડી ને બગીચાઓ ખીલી ઊઠે,
પીંછાની કળા કરી નાચતો મોર બોલે.
જીવન સફર નિસ્તબ્ધતાથી કાપું છું,
કદમ થાકતા નથી, થાકીને સફર બોલે.
ઘડાના પછડાટથી કૂવામાં પડઘા પડે,
ગરેડીના ચિંચુડાટથી ગામ-પાદર બોલે.
આ મુક્ત ગગનમાં મસ્તીથી વિહરું છું,
નિચે નર શોર કરે ને, પંખી ઉપર બોલે.
