STORYMIRROR

Anil Dave

Inspirational

4  

Anil Dave

Inspirational

વૈભવ તો જુઓ

વૈભવ તો જુઓ

1 min
272

ગુજરાતી ભાષાનો વૈભવ તો જુઓ,

કવિઓની કલમનો વૈભવ તો જુઓ.


ગુજરાતી ભાષા છે એકદમ છે સહેલી,

ભાષાના અલંકારોનો વૈભવ તો જુઓ.


જરા બે-ચાર શબ્દોને વસ્ત્રાભૂષણથી

શણગારો'ને શબ્દોનો વૈભવ તો જુઓ.


કલમને શરબતની પ્યાલીમાં ઝબોળો

પછી કલમની ચાલનો વૈભવ તો જુઓ. 


વિશ્વમાં ગુજરાતીઓનો વટ તો જુઓ,

શબ્દકોષમાં ભાષાનો વૈભવ તો જુઓ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational