મારશો નહીં
મારશો નહીં
કોઈના દિલને ઠોકર મારશો નહીં,
કટુ વેણથી અંતર બાળશો નહીં.
કોઈ સાથે ભેદભાવ રાખશો નહીં,
હૃદયમાં હીન વિચાર લાવશો નહીં.
ક્રોધે ભરાઈને ખુન્નસ ભરશો નહીં,
મર્યાદાઓની સીમા પાર કરશો નહીં.
કો'કને નકલી પ્રેમમાં ફસાવશો નહીં,
મનમાં કપટી વ્યભિચાર ધરશો નહીં.
મારી વાતથી કાને પૂમડાં ખો'સો નહીં,
"અનુ" ને અકારણ ધમકાવશો નહીં.