કવિતા - એવી શ્રદ્ધા
કવિતા - એવી શ્રદ્ધા
1 min
302
એવી શ્રદ્ધા ભીતર તું ભર,
જીવનમાં લાગે નહિ કંઇ ડર.
કાયમ ખોટી ચિંતા ના કર,
હિંમત રાખી ખુદમાં તું ફર.
રહેશે ના જો હુંપદના ઘર,
લોકો ત્યારે દેશે આદર.
ઓઢી લે તું સુખની ચાદર,
છોને આવે દુઃખનો સાગર.
જીવ નહીં કેવળ ખુદ ખાતર,
જીવન બીજા માટે વાપર.
ઈશ્વર તો છે સૌની ભીતર,
સમજણના ચિત્રો તું ચીતર.