Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mahendra Rathod

Children Others

4  

Mahendra Rathod

Children Others

આ વડલાની વડવાઈ

આ વડલાની વડવાઈ

1 min
13.8K


ક્યારે આવીશ તું અહીં ને ઝૂલીસ મારી સંગ

સ્મિત હશે તારા વદન પર અને હૈયામાં મારા ઉમંગ

આ વડલાની વડવાઈ મને સાદ કરે છે


મારો સૂર્યોદય તો થાય જ્યારે થાય તારી કીકીયારી

મને જોવી ગમે તારી નીતરતી નજર એ પ્યારી

વડલાની વડવાઈ મને સાદ કરે છે


નથી રહયા એ પાન આજે, ને નથી રહ્યો એ સહવાસ

તારા બચપણ આગળ તો આ મોટપ આખી બકવાસ

આ વડલાની વડવાઈ મને સાદ કરે છે


તું આવ અહીં ને થોડું અમથું સ્મિત વેરી જા

આ લાગેલી આગમાં થોડું જળ તો છાંટી જા

આ વડલાની વડવાઈ મને સાદ કરે છે


નથી રહયાં એ અંગ ને નથી રહયો એ ઉમંગ

મારેતો એક ક્ષણ વિતાવી છે તારી સંગ

આ વડલાની વડવાઈ મને સાદ કરે છે


Rate this content
Log in

Similar gujarati poem from Children