જીવન મંઝિલ
જીવન મંઝિલ
શૈશવકાળના સ્મરણો ઝાઝા,
દફતરે ઠાંસી ઠાંસી ભર્યા કિસ્સા,
દિલમાં નરી દિલેરી ભરી,
પણ હતા પાટલુનમાં ખાલી ખિસ્સા.
રમતા રમતા મોટા થયા,
કદી ના પાડ્યા હાર-જીતના હિસ્સા,
જરાતરામાં બથમ્બથ્થા,
પડવા દઈએ ના હેઠે જુસ્સા.
ભણવા ગયા નિશાળે વહેલા,
ભેળા મળી સૌ બાંધવ રમ્યા,
લક્ષ્ય હંમેશ ઊંચું રાખવા,
મોટા મોટા થોથા ઉથલાવ્યા
મોટા થયા ને શાણા બન્યા,
નાના મોટા સૌ જનને નમ્યા,
વાણી, વિવેક ને વાણિયાબુદ્ધિ,
જ્યાં ગયા ત્યાં સૌને ગમ્યા.
હાય વોય કરતા કરતા દોડ્યા,
પશુ જેવી સૌ જિંદગી જીવ્યા,
ભૌતિક સુખની પાછળ ભાગ્યા,
સદા ઉચાટ જીવે જમ્યા,
સામે ગાઢ અંધકાર લાગે,
જીવન મંઝિલ જાણે દૂર દૂર ભાગે,
સંઘર્ષ જ લખાયો લલાટે,
કુદરતે એવા પાસાં ફેંક્યા.
સુખ, શાંતિની ખોજમાં,
આપણે જગ આખામાં ભમ્યા,
સત્તા, સંપત્તિની લ્હાયમાં દોડતા,
પ્રભુ સિવાય ક્યાંય ન નમ્યા.
