કાન કુંવર
કાન કુંવર
વ્રજભૂમિની રજમાં આળોટું, પામું પદારથ ચાર,
ટચલી આંગળીએ ધાર્યો તે આખા જગતનો ભાર,
કુંજગલીમાં રાસ રમવા, રાધા જુએ તારી વાર,
કાન કુંવર આવતા જો જે મોડું થાય ના લગાર,
મોરપીંછની ફરફર તારી, ચોરે દલડું અનેકો વાર,
તારા પાવન ચરણોની રજમાં હું આળોટું વારંવાર,
માખણ ચોરવા ભેગાં મળતાં ગોપસખા બે-ચાર,
પલક ઝપકતાં નીકળી જતાં બધા કાલિંદીને પાર,
ગોપ સખાઓ કાજે કાન્હા, ખાધો મૈયા હસ્તે માર,
વાંસલડીએ ભાન ભૂલે છે, વ્રજની હર ઘર નાર,
ગાયોને ચરાવવા જાતાં વળગ્યો ચરણે કેવો ગાર,
રમતાં ડાળે ડાળે તોય કદંબને, ક્યાં લાગે તારો ભાર,
ઘેલો થઈ હું વિનવું તને, કરી લાખોના જુહાર,
અહોર્નિશ મારા રુદિયે રે'જો, હે ભક્તોના પ્રતિપાળ.