વસંતનું ફૂલ
વસંતનું ફૂલ
*વસંતનું ફુલ*
**********
મોતી બુંદ સમ ઓસ પર્ણાશ્રુ લાગે છે,
મન બહેલાવવા ઝાકળી મોજ લાગે છે,
પાનખરમાં પણ મોજ માણવાને ખાતર,
મેં વસંત પાસેથી એક ફૂલ માંગ્યું છે.
જીવતરની ખાતાવહી સરભર કરવી છે,
ત્રાજવે અશ્રુ ભર્યા હોય એવું લાગે છે,
વેદનાની વેદના હળવી કરવાને ખાતર,
મેં વસંત પાસેથી એક ફૂલ માંગ્યું છે.
ખોબલો ભરીને મેં તો શ્રદ્ધા વાવી છે,
લાગણીના પાકની લણણી કરવી છે,
ભૂખ્યા પેટનો આધાર બનવાને ખાતર,
મેં વસંત પાસેથી એક ફૂલ માંગ્યું છે.
મન મંદિર માંહે ઈશ તું વસી ગયો છે,
તોય દોહ્યલું જીવન સૂનકાર ભાસે છે,
બસ, હવે ઈશ્વર તને પામવાને ખાતર,
મેં વસંત પાસેથી એક ફૂલ માંગ્યું છે.
✍️ *પૂર્વી પટેલ 'pk'*