જળ એ જ જીવન
જળ એ જ જીવન
'જળ એ જ જીવન'
શીખવે શિક્ષકો,
કેવા અકળાયા,
કેવા ગૂંગળાયા,
કેવા તરફડીયા માર્યા હશે.
આકળ વિકળ થયેલા
એ ભૂલકાંઓએ,
એજ જળમાંથી
બહાર નીકળવા,
કેવા હવાતિયાં માર્યા હશે !
હવે કેમ શિખવાશે,
એ જ શિક્ષકોથી કે,
'જળ એ જ જીવન ?'
હરણી તળાવે,
ડૂબી માસૂમિયત,
'જળે જ લીધું જીવન.'