કાયમી ચોમાસું
કાયમી ચોમાસું
*કાયમી ચોમાસું*
***********
પ્રણય આજે વરસ્યો, અંતરની વંડી ઠેકીને,
ઉતાર્યો તુર્ત સોંસરવો હૃદયના દ્વાર ખોલીને,
ઓઢણી નીચે છુપાવતી એ ધડકતા સ્પંદનોને,
ઢળેલા નયનોની શબનમી, શરમાતી નજરે,
અંકુરિત થયેલા બીજને લાગણીએ સીંચીને,
અનહદ પલળ્યા અમે તો આજે મન મૂકીને,
ઉષ્ણ શ્વાસોની ગરમીમાં મીણ સમ પીગળીને,
વ્હાલમાં ડૂબ્યા અમે વાસના કોરાણે રાખીને,
ગઈ માવઠાની મોસમ ને, કાયમી ચોમાસું બેઠું,
સુંદર સુગંધી ગુલાબ થઈ, કળી એક ખીલીને.
✍️ *પૂર્વી પટેલ 'pk'*

