રમવા આવો
રમવા આવો
*રમવા આવો* ********** રમવા આંગણિયે અંબે માવડી પધારો, ગબ્બરના ગોખમાં ને, ચાચરના ચોકમાં, જામી છે રઢિયાળી રાતડી રે લોલ. રમવા આંગણિયે ચામુંડા માવડી પધારો, બારણે બંધાવું રૂડાં ફૂલના તોરણીયા, જામી છે રઢિયાળી રાતડી રે લોલ. રમવા આંગણિયે બહુચર માવડી પધારો, પહેરાવું પગમાં રણકતી ઘૂઘરી, જામી છે રઢિયાળી રાતડી રે લોલ. રમવા આંગણિયે ખોડિયાર માવડી પધારો, ઓઢાડું મા તમને નવરંગી ચૂંદડી, જામી છે રઢિયાળી રાતડી રે લોલ. રમવા આંગણિયે ભદ્રકાળી માવડી પધારો, બેસાડું તમને હું સોના બાજોઠિયે, જામી છે રઢિયાળી રાતડી રે લોલ. રમવા આંગણિયે કાળકા માવડી પધારો, હિચકાવું મા તમને હું રૂપા હિંડોળે, જામી છે રઢિયાળી રાતડી રે લોલ. રમવા આંગણિયે મોગલ માવડી પધારો, પોઢાડું મા તમને નવલખ ઢોલિયે, જામી છે રઢિયાળી રાતડી રે લોલ. સાતે સહેલીઓ આજે સાથે પધારો, ગબ્બરના ગોખમાં ને, ચાચરના ચોકમાં, જામી છે રઢિયાળી રાતડી રે લોલ. ✍️ *પૂર્વી પટેલ 'pk'*
