રામ તમે આવોને
રામ તમે આવોને
દર્શન માટે આંખો થઈ પ્યાસી હવે, રામ તમે આવોને,
જરકસીયો જામો પહેરાવું હવે, રામ તમે આવોને,
માથે સુનહરી પાઘ બાંધુ હવે, રામ તમે આવોને,
મૂખ જોતાં ચિત્તડું ચોરો છો હવે, રામ તમે આવોને,
કનક છડી હાથોમાં ધરીને હવે, રામ તમે આવોને,
ભક્તો જાય મુખડાં પર વારી હવે, રામ તમે આવોને,
મલપતી ચાલે ચાલી મંદિરે હવે, રામ તમે આવોને,
કષ્ટો કાપી તાપ સમાવવા હવે, રામ તમે આવોને,
પાપ અને પાપીને સંહારવા હવે, રામ તમે આવોને,
હાલક ડોલક થાય નૈયા હવે, રામ તમે આવોને,
સંભાળવા જીવન સુકાન હવે, રામ તમે આવોને,
કોડિયું આ માટીનું તૂટશે હવે, રામ તમે આવોને,
જીવનનો દીપ મારો બુઝાશે હવે, રામ તમે આવોને,
પ્રાણ પખેરું ઊડે તે પહેલાં હવે, રામ તમે આવોને,
લક્ષ્મણ, જાનકી, મારુતિને સંગ, રામ તમે આવોને.