STORYMIRROR

purvi patel pk

Drama

4  

purvi patel pk

Drama

કલાપી મળે

કલાપી મળે

1 min
9


મૂકી શકાય આંખો મીંચી આંધળો ભરોસો,

ચાલ શોધું હું એવું, કોઈ સુખનું સરનામું મળે,


ફંફોસ્યો એ આશાઓનો મેં રાખ તણો બળાપો,

કદાચ કોઈક તણખામાં હજી આગ બાકી મળે,


ભલે હો, ખોવાયો એ સંબંધ સદીઓ પુરાણો,

કદાચ તિમિર તળે કોઈ યાદ હજી તાજી મળે,


જીવનની યાદોને સમેટી લઉં મનની મંજુષામાં,

બસ, નામ લઉં તારું, ત્યાં તારો જ ઉલ્લેખ મળે,


ટહુકે ટહુકે શોધું, આશાઓનું અજવાળું લઈ,

ક્યાંક કુંજગલીમાં કેકારવ કરતો કોઈ કલાપી મળે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama