રાતની હથેળી પર
રાતની હથેળી પર
ઊગ્યો છે, જોને સુખનો સૂરજ, આકાશને ટોડલે,
સફળતાના તારલાઓ ટમટમ્યાં, રાતની હથેળી પર,
ખરતાં તારલિયાંના લીસોટા છે, નિરાશાના રથ પર,
હેલીના ધૂમકેતુનો નજારો ય છે, રાતની હથેળી પર,
કુંજ ગલીમાં, હાથમાં હાથ રાખી તું મારી સાથે ફર,
રાધાના પવિત્ર પ્રેમની મહોર છે, રાતની હથેળી પર,
હિંમતને હિંચકાવશું, ભેળાં થઈ કદંબની ડાળ પર,
કા'નાની વાંસળીના સૂર વહે છે, રાતની હથેળી પર,
જીવનના કેવાં ઉતાર ચડાવ માણ્યા છે, સહિયારા,
સફળતાની રેખાઓ અંકિત કરી, રાતની હથેળી પર,
આજીવન સાથે રહેવાના આપ્યાં છે કોલ એકમેકને,
સુખ-દુઃખના હિસ્સેદાર છીએ, રાતની હથેળી પર.