Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deepa rajpara

Tragedy Classics

5.0  

Deepa rajpara

Tragedy Classics

રુંધાતી લાગણીઓ

રુંધાતી લાગણીઓ

1 min
517


જ્યાં વહેતી હતી નદી ક્યારેક, આજ વેરાન એ પટમાં,

શોધો તો લાગણીનાં બંધિયાર ખાબોચિયા મળશે જ !


વરસતી ઘટા ઘનઘોર બારેમાસ, થયા ત્યાં આજે રણ,

શોધો તો લાગણીનાં ઠાલા મૃગજળ દોડતાં મળશે જ !


વસ્યું હતું નગર આખું એક સમયે, દબાયું પથ્થરો નીચે,

શોધો તો લાગણીની ચહેલપહેલની પદ્દછાપ મળશે જ !


દફન અનેક કબરો નીચે જિંદગીની વણકહી દાસ્તાનો,

શોધો તો લાગણીનું એકાદું ફૂલ ફૂટી નીકળ્યું મળશે જ ! 


'દીપાવલી' પથ્થરદિલ ઇમારતો નીચે ચગદાયું ઉપવન,

શોધો તો લાગણીનું રેત ચણતર તિરાડોમાં મળશે જ !


Rate this content
Log in