Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deepa rajpara

Tragedy Inspirational

3  

Deepa rajpara

Tragedy Inspirational

થયો સંચાર

થયો સંચાર

1 min
208


સૂમસામ વાટડીએ વેરાન દુર્ગનો એકલો અટૂલો ઝરૂખો,

વિસરાઈ વસ્તી સમયને વહાણે ભૂલ્યો પગરવ ઝરૂખો !


નિત નવાજતો સ્વર્ણ કિરણે ભોરે આદિત્ય પ્રથમ એને,

કેમ થઈ કાયમ નિશા ઘનેરી રે, નસીબને કોસતો ઝરૂખો !


નિહારતી રાહ ઝરૂખડે કન્યા કોડીલી પિયુ આવનની કદી,

એનાં અશ્રુનો સાક્ષી આજ ખેરવી કાંગરા રડતો ઝરૂખો !


પલટાયાં યુગાંતરો તોય લાગતો અડીખમ વિજય સ્મિતે,

વીંટળાઈ એકલતાથી મૌનગર્તામાં ઝરઝર ધસતો ઝરૂખો !


કરતું આશ્વાસિત જોડલું પારેવાનું છજે તણખલાં મૂકી, 

દીપાવલી નાના શા સંચારે સળવળ્યો એ સ્તબ્ધ ઝરૂખો !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy