STORYMIRROR

Deepa rajpara

Romance

4  

Deepa rajpara

Romance

પૂર્વયોજના કે અનાયાસ ?

પૂર્વયોજના કે અનાયાસ ?

1 min
252

ચોક્કસ કુદરતની કરામત જ હતી એ મુલાકાત,

ઘટના આ અનાયાસ ઘટેલી તો બિલકુલ નહોતી !


ટકરાય ચાર અજાણી આંખો અને કંપે જો હૃદય,

વાત તો આ સ્વાભાવિક રુચતી બિલકુલ નહોતી !


મળી જવું એકબીજાનું નિર્મિત હતું પહેલેથી જ,

બેખબર હૃદયને જ એની જાણ બિલકુલ નહોતી !


હતી પૂર્વયોજના ક્ષણને કેદ કરી યાદગાર કરવાની,

બે વિરુદ્ધ ધ્રુવનાં મિલનની આશા બિલકુલ નહોતી !


'દીપાવલી' મક્કમ હતી નિજ હૃદયની વફાદારી પર,

અજાણ્યાં પર દિલ વારવાની વાત બિલકુલ નહોતી !


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை

Similar gujarati poem from Romance