STORYMIRROR

Deepa rajpara

Inspirational Others

3  

Deepa rajpara

Inspirational Others

રુડું વતન ગરબો

રુડું વતન ગરબો

1 min
118

મા ભારતી અભયપદ દાયિની રે

સાંભળ માટીનો સાદ ભીડભંજની

મા ભારતી..


વામણા પડ્યા સુખ સ્વર્ગનાં રે

લેવો વતનમાં શ્વાસ ભીડભંજની

મા ભારતી..


રક્ત રેલાયા અહીં વીરોનાં રે

જન્મભૂમિની એ તો શાન ભીડ ભંજની

મા ભારતી..


રામ ને કૃષ્ણ અહીં રમ્યા રે

એળે ન જાય અવતાર ભીડભંજની

મા ભારતી..


ભક્તો શૂરા અવતર્યા રે

ગુંજે ભક્તિનો નાદ ભીડભંજની

મા ભારતી..


સપૂત ખેલંતા કેસરિયા રે

વાઢયા માથા તારે કાજ ભીડભંજની

મા ભારતી..


કીધા રાસ જોગણિયુ જૌહર રે

સતનાં તે ડાકલાં વાગ્યાં ભીડભંજની

મા ભારતી..


માને સોહે ચુનર લીલુડી રે

ઓઢાડે જગનો તાત ભીડભંજની

મા ભારતી..


યોદ્ધો ભડવીર ભારતનો રે

ઝીલ્યા છાતીએ વાર ભીડભંજની

મા ભારતી..


જયકારો દસે દિશ ગુંજ્યો રે

એવા તિરંગાને માન ભીડભંજની

મા ભારતી..


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational