STORYMIRROR

Deepa rajpara

Others

4  

Deepa rajpara

Others

તકાજો સમયનો

તકાજો સમયનો

1 min
279

સમયની બુલંદ ચાલને નાથી શક્યું ન કોઈ,

વહેતાં મુક્ત ઝરણાંને બાંધી શક્યું ન કોઈ !


મા કર તું કોશિશ સમયને અજમાવવાની,

એની વિરુદ્ધ અડીખમ રહી શક્યું ન કોઈ !


ભરાતું એક-એક ડગલું છે સમયનો પડકાર,

હામાં હા કર્યા વગર ચાલી શક્યું ન કોઈ !


પારખી લે તકાજો સમયનો સમયનાં રહેતાં,

પોતીકો બનાવ્યાં વિણ જીતી શક્યું ન કોઈ !


મિલાવજે એનાં કદમ સંગ કદમ '*દીપાવલી'

સામાં પ્રવાહે જઈ સમયને તરી શક્યું ન કોઈ !


Rate this content
Log in