Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deepa rajpara

Inspirational

4  

Deepa rajpara

Inspirational

દીકરી અમુલખ રતન

દીકરી અમુલખ રતન

1 min
302


ઋણાનુબંધ કોટિ જન્મનાં થયા ઉજાગર,

અમુલખ દીકરી રતન જો મુજ ખોળે રમતું !


અઢળક પુણ્યો જન્મોજન્મનાં થયા ઉદય,

અમુલખ દીકરી રતન જો મુજ ખોળે રમતું !


અતિ સૌભાગ્યે થયો મહાન દૈવી અવતાર,

અમુલખ દીકરી રતન જો મુજ ખોળે રમતું !


કરે આંગણ પાવન એની પગલીની છાપ,

અમુલખ દીકરી રતન જો મુજ ખોળે રમતું !


પરમ શુકનવંતો એની આંગળીઓનો સ્પર્શ,

અમુલખ દીકરી રતન જો મુજ ખોળે રમતું !


થયું સ્ફુટ પ્રકૃતિ તણું રહસ્ય ઘેરું તનયારૂપ,

અમુલખ દીકરી રતન જો મુજ ખોળે રમતું !


સક્ષમ ભેદવા પિતા હૃદય તણો કિલ્લો અભેદ,

અમુલખ દીકરી રતન જો મુજ ખોળે રમતું !


ઉતારતી માવડીની વણબોલી પીડાનો ભાર,

અમુલખ દીકરી રતન જો મુજ ખોળે રમતું !


'દીપાવલી' ની દિવડી દીકરી અજવાળે સંસાર,

અમુલખ દીકરી રતન જો મુજ ખોળે રમતું !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational