પપ્પાને જોયા છે.
પપ્પાને જોયા છે.
બહારથી કઠિન અંદરથી નરમ,
હિંમત અને વિશ્વાસથી ભરપુર,
સંઘર્ષના વાવાઝોડામાં,
હિંમતની દીવાલ બનતા પપ્પા ને જોયા છે.
ચહેરા પર થાક હોવા છતાં અજાણ બની,
અમારી ખુશીઓ માટે હસતાં હસતાં,
રાત-દિન મહેનત કરતા પપ્પાને જોયાં છે.
આંખોમાં ઉંઘ હોવા છતાં,
અમારી માટે ચિંતામાં જાગતાં,
એકલા હાથે તકલીફોનો,
સામનો કરતાં પપ્પા ને જોયાં છે.
અમારા સપનાંઓ પુરા કરવા માટે,
તેમને પાઈ પાઈ ભેગી કરી,
પોતાના સપનાને તોડી,
અમારી ખુશીયો ખરીદતાં પપ્પાને જોયાં છે.
પરસેવાથી પોતાનો શર્ટ ભીનો કરતાં,
એ જ પરસેવાથી અમારાં કપડાં ખરીદતાં,
પોતાની પસંદ અને નાપસંદ કહેતાં પપ્પાને જોયા છે.
પરિવારના સારથિ બનતા જોયા,
માણસ એક વિશેષતાઓ અનેક,
એવા પપ્પા સ્વરૂપે સર્જનહારને જોયા છે.
