STORYMIRROR

Patel Jagruti

Inspirational

3  

Patel Jagruti

Inspirational

પપ્પાને જોયા છે

પપ્પાને જોયા છે

1 min
204

બહારથી કઠિન અંદરથી નરમ,

હિંમત અને વિશ્વાસથી ભરપૂર, સંઘર્ષના વાવાઝોડામાં હિંમતની દીવાલ બનતા પપ્પાને જોયા છે,


ચહેરા પર થાક હોવા છતાં અજાણ બની,

અમારી ખુશીઓ માટે હસતાં હસતાં, રાત-દિન મહેનત કરતા પપ્પાને જોયા છે,


આંખોમાં ઊંઘ હોવા છતાં, અમારી માટે ચિંતામાં જાગતાં,

એકલા હાથે તકલીફોનો સામનો કરતાં પપ્પાને જોયા છે, 


અમારા સપનાંઓ પુરા કરવા માટે,

 તેમને પાઈ પાઈ ભેગી કરી,

પોતાના સપનાને તોડી,

અમારી ખુશી ખરીદતાં પપ્પાને જોયા છે,


પરસેવાથી પોતાનો શર્ટ ભીનો કરતાં,

એ જ પરસેવાથી અમારાં કપડાં ખરીદતાં,

પોતાની પસંદ અને નાપસંદ કહેતાં પપ્પાને જોયા છે,


પરિવારના સારથિ બનતા જોયા 

માણસ એક વિશેષતાઓ અનેક

એવા પપ્પા સ્વરૂપે સર્જનહારને જોયા છે,                


જેની પાસે પિતા છે, તે સૌથી વધુ ધનવાન છે,


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational