પરીક્ષા આવી
પરીક્ષા આવી
એપ્રિલ મહિનો આવી ગયો,
પરીક્ષાઓ શરૂ થઈ ગઈ,
મમ્મીનું ટેન્શન વધી રહ્યું,
મમ્મીએ કહ્યું, આજથી ટીવી જોવાનું બંધ,
ઘરની બહાર રમવાનું બંધ,
વાંચવાનું લખવાનું શરૂ કરી દો,
મમ્મીની લાલચો આપવાની શરૂ થઈ,
જો બેટા પરીક્ષામાં પહેલો નંબર લાવશે
તો હું તને સાઈકલ અપાવીશ,
તારી મનગમતી ઘડિયાળ અપાવીશ,
બાળક ધ્યાનથી વાંચે છે,
ખુબ મહેનત કરે છે,
પરીક્ષાઓ પૂરી થઈ,
હવે વારો આવ્યો રીઝલ્ટનો
બાળક કરતા મમ્મીને ટેન્શન વધારે છે,
એંશી ટકા જોઈને મમ્મીનો પારો વધ્યો છે,
કેમકે પડોશીના બાળકના નેવું ટકા છે,
મમ્મી-પપ્પા બંને બાળક પર ખિજાયા,
હવે બોલી, હવે ના મળે સાઈકલ કે ના ઘડિયાળ,
બાળક બિચારું, નિરાશ.
