ધરતીનું અમૃત
ધરતીનું અમૃત
આપાઢી મેઘ ગરજયાં જોને રે સખી,
આભે વીજલડી ચમકી રે,
દૂર દેશથી દોડયાં વાદળાં રે,
ધરતી મીઠું મીઠું મલકી રે.
હૈયે હરખ થાય જોને રે સખી,
મ્હેક્યા જે રોમે રોમાંચ રે,
ભૂલાયાં વૈશાખી કાળઝાળ વાયરા રે,
શમી વન વગડાના ઊની વાતી લૂ રે.
સુગંધ મીઠી ઘરતીની જોને રે સખી,
નાચી ને મીઠું ટહુક્યા મોરલાં રે ,
ધરતીપુત્રો ખુશખુશાલ થયા રે,
છલકાયા સરોવર ને સરિતા રે.
ખેતરો ધાનથી ઝુલે રે જોને રે સખી
ધરતીએ લીલી ચાદર ઓઢી રે,
સૌ ખુશખુશાલ પશુ-પંખી રે,
વર્ષારાણી લાવી હરખ ની હેલી રે,
ઝરમર વરસે મેઘ જોને રે સખી,
કાગળની હોડી લઈ રમે સૌ બાળ રે,
કરે દેડકાં ડ્રાઉં ડ્રાઉં તમરાં બોલે રે,
ઝાડ કેવા ન્હાય ને થયા ચોખ્ખાં રે,
આભે મેઘધનુષ શોભે જોને રે સખી,
ગાજ વીજ કેવા કડાકા કરે રે,
બાળ છુપાયું મા ને પાલવે રે,
અષાઢી મેહુલા ગાજ્યા રે.
