સૌને ભાવે ચોકલેટ
સૌને ભાવે ચોકલેટ
1 min
363
સાંભળતા જ સૌના મોંઢામાં પાણી આવે,
એવી આ મીઠી મીઠી ચોકલેટનો,
રૂઠેલા ને મનાવાતા આપો ચોકલેટ,
નાનાં મોટાં સૌને આ ભાવે ચોકલેટ,
જન્મદિવસે ખુશીથી વહેંચો ચોકલેટ,
વાત વાતમાં બાળકો માંગે ચોકલેટ,
પાકીટમાં રાખજો ખાટી મીઠી ચોકલેટ,
બેચેની અનુભવો મોઢામાં મૂકજો ચોકલેટ,
દાદા અપાવે સત્યને રોજ ચોકલેટ,
મમ્મી બૂમો પાડે દાંત બગડી જશે,
રસ્તામાં રડતા બાળકને દેજો ચોકલેટ,
મન ભરી વ્હાલ મળે વહેચો જો સૌને ચોકલેટ,
બાળકને વહાલી છે ચોકલેટ પણ એક વાત શીખવાડજો,
રસ્તામાં અજાણ્યા વ્યક્તિ પાસેથી ના લે ચોકલેટ,
નાના મોટા સૌ ચોકલેટ ખાજો મન ભરીને,
ચોકલેટ ખાઈને તેના રેપર ડસ્ટબિનમાં.
