STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

4  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

શૂન્ય

શૂન્ય

1 min
261

શૂન્ય હું શોધું તને, ક્યાં છૂપાયું તું જગે

ધારું તને હું શુન્ય તો, તું વિરાટ થઈ હસે,


શૂન્યમાં શું છે કે કંઈ નથી, એ સમજાતું નથી મને

શૂન્યમાં સૂતું છે વિશ્વ, વિલય સર્જન સંગે જગે રમે,


કહે બધા શૂન્યના સરવાળા કરે કંઈ ના વળે

શૂન્યની અવગણના કરો, પામો વિરામ તે ક્ષણે,


શૂન્ય છું ભાઈ શૂન્ય, પણ અજાયબ શક્તિ છું

શૂન્ય દિસે અવકાશ એટલે તો હું અનંત છું,


ના મને ઉમેરી શકો કે ના બાદ કરી શકો તમે

પણ જો સાથ દો મને, ખુદ મૂલ્યવાન થઈ જાશો તમે,


છે રમત શૂન્યની ભારે, સમજો તો છે જ પઝલ

શૂન્યમાંથી સુષ્ટિ રચાઈ ને શૂન્યમાં જઈ વિરમે,


શૂન્ય છું ભાઈ શૂન્ય, ના હસો વિરમો જરા

આતમનો એકડો લોપાશે, તો તમે પણ શૂન્ય છો ભલા,


વાહ શૂન્ય ! શૂન્ય સમજી જ્યારે વિચાર્યું

તું અસ્તિત્વ થઈને સામે ઊભું,


શૂન્ય તને કેવી રીતે શૂન્ય કહું

વિરાટનું લઘુ રૂપ લઈ તું અવતર્યું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational